View Jain Article

Eye Opening Disadvantages of Firecrackers

ફટાકડા ફોડવાના ફાયદા એકપણ નહી અને ગેરફાયદાનો કોઈ પાર નહી

 

શારીરિક નુકસાન

1 નાના બાળકો હોય કે મોટા હોય કે પછી શેરીમાં ફરતા પ્રાણીઓ હોય દરેકને દાઝી  જવાની    શક્યતાઓ રહેલી છે.

2 ભયંકર (પ્રચંડ) મોટા અવાજને કારણે કાનમાં બહેરાશ આવવાની શક્યતા

3 લોહીના ઉંચા દબાણ (હાઈ બ્લડપ્રેશર)અને હૃદયરોગ (હાર્ટએટેક)ના દર્દીઓને પણ આનાથી પુષ્કળ તકલીફ થાય છે.

4 નાના બાળકોની આંખો કે જે આખા શરીરનું સૌથી મહત્વનું અંગ છે તેને પણ ભયંકર નુકસાન થવાની શક્યતા.ઘણી વાર તો બાળક આંધળું પણ બની જાય છે અને તેનું આખું જીવન યાતનામય થઈ જાય છે અને માતા પિતાને પણ આખી જિંદગી સુધી મુસીબતનો કોઈ પાર રહેતો નથી.

5 શ્વાસ કે દમના કે શરીરની નાજુક પ્રકૃતિવાળા દર્દીઓને પણ પુષ્કળ તકલીફ પડે છે.

6 આંખોમાં બળતરા થવી.

7 શ્વાસ રૂંધાવો.

8 તીવ્ર પ્રકાશ આંખોના તેજને અસર કરે છે અને અકાળે આંખના ચશ્માના નંબર વધી જાય  છે.

9 તીવ્ર પ્રકાશના તેજથી બચવા વેલ્ડીંગ કામ કરતા કારીગરો પોતાની આંખ આગળ એકદમ કાળો 95%અપાર દર્શક એવો કાચ રાખીને વેલ્ડીંગ કરે છે જેથી આંખો ન બગડે.

10 ગર્ભમાં રહેલા બાળકો કે ઘોડીયામાં સૂતેલા બાળકો પણ ગભરાઈ જાય છે અને નાનપણથી જ હૃદયરોગ અને ફેફસાંની બિમારીના શિકાર બની જાય છે.

11 ચામડીના રોગો પણ થાય છે.

12 એલર્જીજન્ય રોગો જેવા કે શરદી અને તાવ પણ થાય છે.ઝીણો તાવ,ઉધરસ ,કફ,માથું દુ:ખવું વગેરે

 

પ્રાણી સૃષ્ટિને નુકસાન

1 જમીન ઉપરના નાના મોટા જીવજંતુઓ વગર વાંકે બળીને ખાખ થઈ જાય છે.

2 હવામાં ઉડતાં જીવજંતુઓ પણ બિચારા મરી જાય છે.

3 રાત્રે માળામાં કે ખૂણે ખાંચરે પોતાના ઈંડા કે બચ્ચાઓ સાથે સૂતેલા પક્ષીઓ ગભરાટના માર્યા ઉડવા જાય છે અને તેમના ઈંડા નીચે પડીને ફૂટી જાય છે અને પક્ષીઓ કે તેમના બચ્ચાઓ નિશાચર શિકારી જીવોના શિકાર બની જાય છે.

4 પ્રદૂષણને કારણે પશુ-પક્ષીઓને પણ ગુંગળામણ થાય છે અને તેઓ પણ બિચારા બિમાર પડી જાય છે.

 

આર્થિક નુકસાન

1 કરોડો રૂપિયાની આતશબાજી એ આ ભયાનક મોંઘવારીમાં તો ગરીબો તથા ભિખારીઓની ક્રુર મજાક મશ્કરી જ છે.

2 આજ પૈસો જન કલ્યાણ કે જીવસૃષ્ટિના રક્ષણ કે સંવર્ધનમાં વાપરી શકાય.

 

માલ મિલ્કતોને નુકસાન

1 આગ લાગવાના બનાવો બનતા ઝુંપડા,મકાન,દુકાન કે ગોડાઉનો પેટ્રોલ પંપો વગેરે મિલ્કતોને ભારે નુકસાન પહોચેં છે અને દેશની વિમા કંપનીઓ ઉપર પણ આર્થિક બોજ વધે છે.

2 સરકારી મિલકતોને પણ પારાવાર નુકશાન થાય છે.

3 ઈમારતીના પાયાઓને પણ નુકશાન થાય છે.

4 નબળા મકાનો પણ હલી જાય છે.

5 ડામરના રોડને પણ નુકશાન થાય છે.

6 કાપડના મંડપોમાં પણ આગ લાગવાની શક્યતા.

 

સામાજીક નુકસાન

1 આડોશ પાડોશમાં ઝઘડા થવાની શક્યતાઓ વધી જાય છે.

2 રસ્તે આવતા જતા રાહદારીઓ સાથે પણ ઝઘડા થવાની શક્યતા રહે છે.

3 ભણતા બાળકો કે ધ્યાન જાપમાં બેઠેલા યોગીઓને પણ ખલેલ પહોંચે છે.

4 ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોમાં ઈર્ષ્યાનું કારણ બનાય છે.

 

પર્યાવરણને નુકસાન

1 ઠેર ઠેર કાગળના કચરાના તથા ઝેરી રસાયણોના ઢગલા થાય છે.

2 વાતાવરણમાં ઝેરી ધુમાડો ભળે છે.

3 ફટાકડા હવામાંનો મહત્તમ ઓક્સિજન શોષી લે છે અને બદલામાં અંગારવાયુ પાછો હવામાં ફેંકે છે.આમ 4 ગણું નુકસાન થાય છે.જે શ્વાસ(ગમ) ના દર્દીઓને ત્રાસ રૂપ બને છે.

4 અવાજનું પ્રદૂષણ થાય છે.

5 વરસાદનું પાણી આ બધો કચરો તથા રસાયણો નદીઓ,તળાવો,સરોવરો વગેરેમાં ખેંચી જાય છે.અને આપણું પિવાનું પાણી પણ પ્રદૂષિત થાય છે.

6 જંગલોના નાશમાં નિમિત્તરૂપ બનાય છે.

7 વાતાવરણમાં રહેલું ઓઝોન વાયુ નું પડ કે જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી આવતા રોકે છે,તે પાતળું પડતા તે કિરણો પૃથ્વી સુધી આવવા માંડ્યા. જેથી કાતીલ શિયાળામાં પણ સૂર્યનો તાપ આકરો લાગે છે અને જે કેન્સર પણ કરે છે અને ગ્લોબલ વોર્મીંગ પણ થાય છે.

 

ધાર્મિક નુકસાન

1 અમુક ફટાકડા ઉપર દેવી દેવતાના ફોટા હોય છે.ફટાકડા સાથે તેમનો પણ નાશ થાય છે.જે દેવી દેવતાઓનું ઘોર અપમાન છે .આમ લક્ષ્મી દેવીનાં નાશથી ભવાંતરમાં લક્ષ્મી મળતી નથી અને દરિદ્ર બનવું પડે છે અને સરસ્વતી દેવીના ચિત્રોના નાશથી ઠોઠપણું મળે છે.

2 માંગલિક(શુભ) પ્રસંગોએ ફટાકડા ફોડીને એ પ્રસંગોને અમાંગલિક ન કરવા જોઈએ.      

 

આત્મિક નુકસાન

1 એકાંતે પાપ કર્મનો બંધ થાય છે .

2 નરકાયુ બંધાય છે.

3 અભિમાનનું પોષણ થાય છે.

4 નિર્લજ્જ વિલાસિતતાનું પ્રદર્શન થાય છે.

5 બાળ મજુરો તથા ગરીબો મજુરોનું આનાથી ભયંકર શોષણ થાય છે.

6 ફટાકડા બનાવનાર ,કાચો માલ પૂરો પાડનાર,ફટાકડા વેચનાર,ખરીદનાર,(ડીલર્સ,એજન્ટ્સ,ડીસ્ટ્રીબ્યુટર્સ)તથા ફોડનાર બધાને પાપ કર્મનો બંધ થાય છે.

7 જોવા જનાર તથા જોઈને રાજી થનારને પણ પાપ કર્મ બંધાય છે.

8 આ એક પ્રકાર નો તામસી(રાક્ષસી) આનંદ છે.જે એકાંતે દુર્ગતિમાં લઈ જનાર પાપ બંધાવે છે.

 

આધ્યાત્મિક નુકસાન

1 કાગળ એ જ્ઞાનનું ઉપકરણ છે તથા અક્ષર અને ચિત્રો એ જ્ઞાન છે માટે એ બન્નેના નાશથી જ્ઞાનાવરણીય નામનું કર્મ બંધાય છે અને તેનાથી ભવાંતરમાં અંધા,લૂલા,બોબડા,બહેરા વગેરે ખોડ-ખાંપણ વાળા જન્મો મળે છે અને ઠોઠ ,ભોઠ તથા ગાંડા પણ બનવું પડે છે.

2 જીવોને ત્રાસ તથા વેદના આપવાથી વેદનીય કર્મના ભાંગામા આવતું અશાતા વેદનીય કર્મ બંધાય છે.યાતનામય જીવન જીવવું પડે છે

3 નિર્દોષ અબોલ જીવોનું આયુષ્ય અકાળે સમાપ્ત કરવાથી આપણને અશુભઆયુષ્ય કર્મનો બંધ થાય છે અને અકાળે અપમૃત્યુના ભોગ બનવું પડે છે.

4 અભિમાન કરવાથી નીચ ગોત્ર કર્મ બંધાય છે જેથી હલકી જાતીમાં ઉત્પન્ન થવું પડે છે

5 ફટાકડા ફોડીને હરખ કરવાથી રાજી થવાથી કે ખુશી મનાવવાથી મોહનીય કર્મ બંધાય છે જે સંસાર વધારે છે.

6 જીવોને જીવવામાં કે જીવન વ્યવહારમાં અંતરાય કરવાથી અંતરાય કર્મ બંધાય છે અનુકૂળતા થવા ન દે.

7 ધર્મ વિરૂદ્ધ શ્રદ્ધા કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે.કુશ્રદ્ધા કરાવે છે

8 અને બધા જ પ્રકારના અશુભ નામ કર્મોનો બંધ પડે છે જેથી અપકીર્તિ મળે છે.

ફટાકડા જાતે ફોડવાથી કરણનું પાપ લાગે છે

ફટાકડા અપાવવા,વેચવા-વેચાવવા-બનાવવા વગેરે પ્રવૃત્તિથી કરાવણનું પાપ લાગે છે.

ફટાકડાની આતશબાજી જોવાથી અને તેની પ્રશંસા કરવાથી તેમાં રાજી થવાથી અનુમોદનાનું પાપ લાગે છે

ફટાકડા ન ફોડી-ફોડાવીને સંસ્કૃતિ પ્રેમી-ધર્મપ્રેમી-જીવપ્રેમી –પર્યાવરણ પ્રેમી-દેશપ્રેમી-અધ્યાત્મપ્રેમી-આરોગ્યપ્રેમી બનો

દેશને અને કુટુંબને તથા સમાજને આર્થિક રીતે પરોક્ષપણે પણ સહાયભૂત બનો

 

ખોટી માન્યતાઓ :-

1 વિજયોલ્લાસ કે હર્ષોલ્લાસમાં ખુશીની અભિવ્યક્તિ માટે ફટાકડા ફોડીએ છીએ.      

2 ફટાકડા ફોડવાથી બાળકની હિંમત ખૂલે છે અને તેની અંદર રહેલો ડર જતો રહે છે તે નિડર બને છે

ઉપરોક્ત બન્ને માન્યતાઓ ભૂલ ભરેલી છે,કારણ કે પ્રથમ તો આ પદ્ધતિ વિકૃત છે વિદેશથી આવેલી છે અને ભારતીય સંસ્કૃતિ કે પરંપરાની નથી ભારતીય સંસ્કૃતિ એકપણ જીવોને મારવાની વાત એક બાજુ રહી, ત્રાસ આપવાની પણ રજા નથી આપતી, જ્યારે આમાં તો અસંખ્ય સૂક્ષ્મ જીવોનો કચ્ચરઘાણ કાઢવામાં આવે છે અને મોટા જીવોને ત્રાસ ,આમ તો બાળક બાવા થી પણ ગભરાય છે,મેઘગર્જના વખતે પણ ગભરાય છે અને ફટાકડાના અવાજોથી અને દાઝી જવાના ડરથી પણ ગભરાય છે તેની અંદર રહેલો ગભરાટ દૂર કરવા તેને વીર રસની વાર્તાઓ કહેવી કે પછી વીરરસની કવિતાઓ ગાવી તથા ગવડાવવી.લવ-કુશની હિમંત તથા મર્દાનગીની વાર્તાઓ કહેવી.ઝેરનાં પારખા ન કરાય.આનંદ,હર્ષ કે ખુશીની અભિવ્યક્તિ જીવોની હિંસા થાય એ રીતે ન કરાય પરંતુ બાળકના જન્મ વખતે કે ઉત્તમ પરિણામ વખતે મીઠાઈ વહેચીંને મોઢું મીઠું કરીને કરાય અથવા પ્રભુ ભક્તિના આયોજનો ગોઠવીને કે પછી કે ગરીબોને અન્ન ,વસ્ત્ર વગેરે દાન આપીને કે પશુઓને ઘાસ ચારો આપીને તથા પક્ષીઓને ચણ આપીને કરવાની હોય.એકબીજાને વધાઈ આપીને કે ભેટીને કે પછી ઉજાણી કરીને કરાય. ફટાકડા ફોડવાએ તહેવાર નથી પરંતુ એકાંતે પાપ વ્યાપાર છે. ફટાકડા ફોડવા એટલે શુદ્ધ પીવાના પાણીમાં ગટરનું પાણી નાંખવું આમ ફટાકડા ફોડવાથી એકપણ પૈસાનો લાભ કે એક પણ પ્રકારનો લાભ તો થતો જ નથી ઉલટા નું સ્વ-પર બંનેને નુકશાન જ નુકશાન થાય છે.

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : Shree Popatbhai
Tags : Eye Opening Disadvantages of Firecrackers, jain Articles,jain website,
Views : 1859
Uploaded On : 10 November 2012 10:43:45
Related Articles
 
Title : Gyan Ne Vando Gyan Ma Nindo
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Gyan Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 1977
Title : Sakal KriyaNU Mul Samyagdarsha
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Samyagdarshan Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 1745
Title : Muniraj Ko Sada Mori Vandana
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Sadhu Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 1512
 
Title : Charitra Pad Namo Aathame Re
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Charitra Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 1805
 
 
Subscribe
Email: