View Jain Article

Bhojan Kyare karavu?

 

ભોજન ક્યારે કરવું ?

        એક રાજાએ પોતાની સભામાં રહેલાં વિદ્વાન્ પંડિતોને પોતપોતાના શાસ્ત્રોનો સાર ટુંકાણમાં તૈયાર કરવાનું કાર્ય સોંપ્યું. પોતપોતાના મતના હજારો શાસ્ત્રોનું સંશોધન કરીને, તેના સારનું એકએક પુસ્તક તૈયાર કરી લાવ્યા. પણ રાજા પાસે સમય ન હોવાથી, હજુ ટૂંકાણ કરવું જરૂરી હતું. ખૂબ ગંભીરતાથી વિચારણા કરીને એક પાના પ્રમાણ , એક ફકરા પ્રમાણ , એક શ્લોક પ્રમાણ, છેવટે એક લીટી જેટલો સાર તૈયાર કર્યો. તેમાં આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન પંડિતવર્યે સાર જણાવ્યો કે-“ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું.

       જે વ્યક્તિ ભૂખ લાગ્યા વિના ભોજન કરે છે, તેને તે ભોજન પચતું નથી. અજીર્ણ કરે છે. પેટમાં દુઃખાવો પેદા કરે છે. માંદગી લાવે છે. ક્યારેય મોત પણ લાવી દે છે.

        પણ જો કકડીને ભૂખ લાગી હોય ત્યારે જ ભોજન કરવા માં આવે તો પથરો પણ પચી જાય. અજીર્ણ પણ ન થાય. પચેલું ભોજન લોહી કરે. શરીરમાં શક્તિ વધે. તંદુરસ્તી જળવાઈ રહે. માનસિક પ્રસન્નતા પણ વધવા લાગે. ધર્મારાધના કરવાનો ઉલ્લાસ વધે. પણ ખૂબ જ દુ:ખની વાતએ છે કે આજે માનવ ખાવા-પીવાના સમયને પણ ભૂલી ગયો છે ! હાલતાં-ચાલતાં- ગમે તે સમયે- જરૂર હોય કે ન હોય, તેનું મોઢું ખાવાનું કામ કર્યા જ કરતું હોય છે !!!

            પેટ ભરીને ખાધા પછી ફરવા ગયેલા માનવના નાક સુધી જો ભેળપૂરી-ઈડલી-ઢોંસા વગેરેની સુગંધ આવી કે તરત જ તેની જીભમાં પાણી છૂટ્યા વિના ન રહે.જ્યાં સુધી પેટમાં તેને પધરાવે નહિ ત્યાં સુધી તેને ચેન ન પડે!પરિણામ શું આવે છે તે જાણવું છે?તો ડૉક્ટરના દવાખાનાની મુલાકાત લઈ લો ! સૌથી વધારે દરદીઓ કયા રોગના આવે છે? તેની તપાસ કરશો તો ખબર પડશે કે પેટના દુ:ખાવાની ફરિયાદવાળા.કારણ શું ? ખાવામાં ધ્યાન ન રાખ્યું તે.ભૂખ વિના ખાધું તે

        આપણે આપણી જાતને જ પૂછીએ કે આપણે ભૂખ લાગે ત્યારે ખાઈએ છીએ કે સમય

થાય ત્યારે ખાઈએ છીએ ? જમવાનો સમય થઈ ગયો હોય તો ભૂખ ન લાગે હોય તો ય જમવા બેસીએ છીએ ? તો પછી તેનું પાચન શી રીતે થશે ?

        આયુર્વેદના આ નિયમનું પાલન કરવાનું ભૂલી ગયા માટે તો પાચક અને રેચક ચૂર્ણો લેવા પડે છે.પેટ બગડી જવાથી ભૂખ જ લાગતી નથી !

        ઘરેથી જમીને સંબંધીના ત્યા ગયા હોય અને તે ખૂબ જ આગ્રહ કરે તો તેના ઘરે નાસ્તો કરી લો ને ? તે વખતે ભૂખ છે કે નહિ? તેનો વિચાર કોણ કરે છે ?

        આયુર્વેદશાસ્ત્રો તો કહે છે કે જેમ ભૂખ લાગે ત્યારે જ ખાવાનું છે તેમ અજીર્ણ થયું હોય તો ખાવાનું જ નથી.તેમાં તો ઉપવાસ કે લાંઘણ કરાય.જો અજીર્ણમાં પણ ખાવાનું રાખે તો આરોગ્ય બગડ્યા વિના ન રહે.

        માર્ગાનુસારીના 35 ગુણોમાં ભોજન સંબંધી બે ગુણોનો સમાવેશ જૈન શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે

        1)અજીર્ણ ભોજન ત્યાગ

        2)યોગ્ય કાળે સાત્વિક ભોજન

લુકમાન નામનો પરદેશી વૈદ હિન્દુસ્તાનમાં આવ્યો હતો.હિન્દુસ્તાનના વૈદો અને આયુર્વેદ પ્રતિ તેને પુષ્કળ માન હતું.

        એકવાર લુકમાનને કોઈ ઓજારની ધાર તીક્ષ્ણ કરાવવાની જરૂર જણાઈ.પોતાના માણસને ઓજાર લઈ લુહાર પાસે મોકલ્યો.લુહારે ઓજારની ધાર તીક્ષ્ણ કરીને તેનું મહેનતાણું માંગ્યું.

        લુકમાને કહેવડાવ્યું કે મહેનતાણા તરીકે પૈસાની શી જરૂર છે? તું જ્યારે માંદો પડીશ ત્યારે હું પણ વગર પૈસે તને દવા કરી આપીશ.

        હિન્દુસ્તાનના લુહારે જવાબ આપ્યો કે ,ના,એ શક્ય નહિ બને કારણ કે હું કદી માંદો પડવાનો જ નથી ને !તેથી મારે તો મારા મહેનતાણા પૈસા જોઈએ જ.

        લુકમાનને જવાબ સાંભળીને આશ્ચર્ય થયું.એવી તે કઈ સિદ્ધિ આ લુહારે મેળવી છે કે જેના આધારે તે આટલા બધા વિશ્વાસ સાથે કહી શકે છે કે હું માંદો પડવાનો નથી! તેને લુહારમાં વધારે રસ પડ્યો.માંદો પડવાનું કારણ પુછ્યું ત્યારે લુહારે કહેવડાવ્યું કે,એક દફા,એક દફા,એક દફા,એટલે કે સપ્તાહ મેં એક દફા.પંદ્રહ દિનમેં અક દફા,ઔર મહિને મેં એક દફા (એક દફા =એક વાર)

        જ્યારે લુકમાને એ જાણ્યું ત્યારે તેને પણ એ ખાત્રી થઈ કે આ લુહાર કદી માંદો ન પડે.કારણ કે તે અઠવાડીયામાં એકવાર તો લાંઘણ કરે છે.15 દિવસમાં એકવાર ઉપવાસ અચૂક કરે છે અને મહિનામાં એક જ વાર અબ્રહ્મસેવન કરે છે.જે પોતાના શરીર માટે આવી કાળજી કરે તે માંદો જ શી રીતે પડે ?

        આપણા આ હિન્દુસ્તાનમાં પ્રાય:કોઈ માંદું પડતું નહિ.માંદું પડવું તે તેને શરમાવા જેવું લાગતું,સતત માંદાં રહેવું કે વારંવાંર માંદા પડવું તેના જેવી શરમાવવાની વાત એકે ય નથી,તેમાં ય ખાવાના કારણે માંદા પડવાની વાત તો ખૂબ જ ભયાનક ગણાતી.

        અને તેથી જ દરેક વ્યક્તિને ખાવા-પીવાના નીતિ નિયમો નો સતત ખ્યાલ રહેતો .ભોજન શા માટે કરવાનું છે તે વાત દરેકના ધ્યાનમાં રહેતી વળી કકડીને ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવાનું છે,તે વાત કદી ન વિસરાતી.

        જીવન ટકાવવા માટે શરીર ને જરૂરી ભોજન ભૂખ લાગે ત્યારે જ કરવાનું છે,તે વાત બરાબર પણ ભોજન ગમે તેવું કરવાનું નથી તેના માટે પણ કેટલા નીતિ-નિયમો છે.

 

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : Pu. Meghdarshan vijayji M.S.
Tags : Bhojan.Jaineworld.com,
Views : 2360
Uploaded On : 18 October 2012 18:19:37
Related Articles
 
Title : Tap Gun Ope Re
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Tap Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 1971
Title : Sakal KriyaNU Mul Samyagdarsha
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Samyagdarshan Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 1961
Title : Khub saras shikhava jevu ખ
Category : Gujrati Author : admin
Tags : jivan ki kimmat Views : 2439
 
Title : Eye Opening Disadvantages of F
Category : Gujrati Author : Shree Popatbhai
Tags : Eye Opening Disadvantages of Firecrackers, jain Articles,jain website, Views : 2143
 
 
Subscribe
Email: